ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર પક્ષપલટાના ગરમાવા વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના કદાવર નેતા અને આમ આદમી પાર્ટી| (AAP)ના અગ્રણી ચહેરા કરશનદાસ બાપુ ભાદરકાએ 'ઝાડુ' છોડી 'પંજો' પકડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સુરતના કામરેજ ખાતેથી તેમણે આમ આદમી પાર્ટીની કાર્યશૈલી પર આકરા પ્રહાર કરતા તેને "વિઝન વગરની પાર્ટી" ગણાવી હતી.