માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીની ૨૦૭૯મી ઘરસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘરસભામાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ વિશેષ ઉપસ્થિતિ તરીકે હાજર રહ્યા હતા. સાથે સાથે વિવિધ સંતો, મહંતો તથા ધાર્મિક આગેવાનો પણ ઉપસ્થિત રહી સભાને ગૌરવવંતી બનાવી હતી. ઘરસભા દરમિયાન ધાર્મિક પ્રવચનો, આશીર્વચનો અને આધ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું