આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ હસ્તકની કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ, ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અબ્રાહમ પટેલના મુવાડા ખાતે આવેલ પી. એમ. શ્રી કેન્દ્રિય વિધ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કારકિર્દી માર્ગદર્શન અને ‘ગ્રીન સ્કૂલ’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ સેમિનારમાં વિદ્યાલયના ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા કુલ ૫૦ જેટલા વિ