ડુમ્મસના કેડિયા બેટ પરથી સુરત એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલા ડીઝલ ચોરી કૌભાંડ મામલે વધુ એક કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે. ફરાર ઇસમો દ્વારા ઝાડી-ઝાંખર અથવા જમીનમાં ચોરીના ડીઝલ ભરેલા બેરલ સંતાડ્યા છે કે કેમ તે જાણવા શુક્રવારના રોજ ડ્રોન દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો હતો.એટલું જ નહીં બાજ જહાજના ક્રૂ મેમ્બર્સ,નાની બોટ ચલાવતા લોકોની પૂછપરછ કરાઇ હતી.ઉપરાંત ફરાર ઇસમોના સગા સબંધીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે.