પ્રાપ્ત વિગત મુજબ અંબિકા તાલુકાના વહેવલ ગામે આશ્રમ ફળિયામાં તેમજ કાંકરિયા ગામે ઝાડી ફળિયામાં છેલ્લા ઘણા દિવસથી દીપડા દેખાવાની તેમજ રહેણાંક વિસ્તારમાંથી મરઘાનો શિકાર કરવાની ઘટના બનતા ગ્રામજનોમા ભયનો માહોલ છવાઈ ગયો હતો.ખેતરમાં દીપડો બિન્દાસ્ત ફરતો નજરે પડતા ખેડૂતો ભયભીત બની ગયા હતા.જે ઘટના અંગે બંને ગામના ગ્રામજનો દ્વારા મહુવા વનવિભાગને જાણ કરી પાંજરું મુકવા રજુઆત કરી હતી.જે રજુઆત આધારે મહુવા વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવી દીપડો ઝબ્બે કરાયો.