ધરમપુર: સર્કિટ હાઉસ ખાતે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે તમામ આગેવાનોએ મુલાકાત કરી
બુધવારના રોજ 12:30 કલાકે કરાયેલી મુલાકાત ની વિગત મુજબ આજરોજ ધરમપુર ખાતે કાર્યક્રમ અંતર્ગત આવેલા ડેડીયાપાડા ના આદિવાસી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે આદિવાસી સમાજના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી.જેમાં વાંકલ ગામના આગેવાન મનોજ પવાર, સામાજિક આગેવાન ધનંજય સહિતના લોકો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને વાતચીત કરી હતી.જેમાં ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ પણ હાજર રહ્યા હતા.