વિસનગર: વિસનગર ચેક રિટર્ન કેસ: આરોપીને 1 વર્ષની કેદ અને ₹10 લાખનું વળતર ચૂકવવાનો હુકમ
વિસનગરની ઋષિકેશ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ મુકેશકુમાર ત્રિભોવનદાસે તેમના પાડોશી અને મિત્ર ઠાકર યોગેશકુમાર હરીલાલને જરૂરિયાત પેટે ₹10 લાખ આપ્યા હતા. યોગેશકુમાર અગાઉ ઓટો ફાયનાન્સનું કામ કરતા હતા. આ નાણાંની ચૂકવણી માટે યોગેશકુમારે મુકેશકુમારને ₹10 લાખનો ચેક આપ્યો હતો.