પાદરા નજીક આવેલી સમીયાલા ચોકડી પર આજે ફરી એકવાર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અંદાજિત એક કિલોમીટર લાંબા ટ્રાફિકમાં અનેક વાહનચાલકો કલાકો સુધી ફસાઈ ગયા હતા. ગંભીરા બ્રિજ તૂટી જવાને કારણે છેલ્લા ઘણા સમયથી સમીયાલા ચોકડી પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. મોટાભાગના ભારદારી વાહનો વ્યાજબી વિકલ્પ ન હોવાથી સમીયાલા ચોકડી થઈને વડોદરા–પાદરા હાઇવે માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે અહીં રોજબરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.