ડભોઇ શહેરમાં રખડતા શ્વાનનો આતંક વધતો જાય છે. અત્યાર સુધી 20 કરતાં વધુ લોકોને ઈજાઓ પહોંચાડ્યાના પ્રાથમિક અહેવાલ છે. આજે ફરી એક ઘટના બની જેમાં 7 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો. હીરા ભાગોળ વિસ્તારમાં બાળક રમતો હતો ત્યારે આ હુમલો થયો. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે કારણ કે છેલ્લા એક અઠવાડિયાથી આ જ શ્વાન અનેક લોકોને નિશાન બનાવી ચૂક્યું છે. હવે તંત્રને આ શ્વાનને તરત પકડી કાર્ય