વડોદરા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુક્રવારે ખંડેરાવ માર્કેટ ગુરુદ્વારામાં દર્શન કરશે.આવતીકાલે મુખ્યમંત્રી વડોદરાના પ્રવાસે છે.ત્યારે, મુખ્યમંત્રી ખંડેરાવ માર્કેટ પાસે આવેલ ગુરુદ્વારામાં યોજાનાર ધાર્મિક કાર્યકમમાં ભાગ લેશે.મુખ્યમંત્રીના આગમન પહેલા ગુરુદ્વારા ખાતે જરૂરી તપાસ કરવામાં આવી હતી.ગુરુદ્વારા ખાતે સી.એમ સિકયુરિટી સહિત વડોદરા પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી.મુખ્યમંત્રીના આગમન પહેલા તેઓના રૂટ પર પણ ચેકીંગ હાથ ધરાયું હતું.