સુઈગામ: વાવ સુઈગામ ભારતમાલા હાઇવે પર વાસરડા નજીક અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે એકનું મોત
વાવ-સુઈગામ ભારતમાળા હાઈવે પર વાસરડા ગામ નજીક એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ અન્ય એક ટ્રેલર ઘૂસી જતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે મૃતક ટ્રેલર ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવા બદલ ગુનો નોંધ્યો છે.મૃતક ચાલકની ઓળખ રાજેશકુમાર મગનરામ ચૌહાણ (ઉંમર 35), રહે. તેન્દુહાના, પો.સ્ટે. પિરાઇલા, નરહરિયા, શંકરપુર, તા./જી. બસ્તી, ઉત્તર પ્રદેશ તરીકે થઈ છે.