આજે તારીખ 18/12/2025 ગુરુવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં સંજેલી તાલુકાના હીરોલા ગામે જિલ્લા પંચાયતના ટીશાનામુવાડા ખાતે કિસાન ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.કિસાન ન્યાય પંચાયત દરમિયાન ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેતીને લગતી સમસ્યાઓ, પાકના ભાવ, સિંચાઈ, વીજળી, ખાતર-બીજ, તેમજ સરકારી યોજનાઓના લાભો અંગે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.