ધ્રાંગધ્રા: શાક માર્કેટ રોડ પર લાંબા સમયથી ભૂગર ગટર ઢાંકણા અને રોડની સમસ્યા ઉકેલી વેપારીઓએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો
ધાંગધ્રા શહેરના વ્યસ્ત શાક માર્કેટ રોડ પર કારદાર ગુલ્ફી નજીક લાંબા સમયથી ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટેલું હતું અને સાથે જ રોડ પર ઊંડા ખાડા પણ સર્જાયા હતા આ વિસ્તારમાં રોજિંદી આવનજાવન ખૂબ જ વધુ હોવાથી લારી ધકેલી મજૂરી કરનાર મજૂરો માટે આ સમસ્યા સતત તકલીફ અને જોખમ સર્જતી હતી. વરસાદ સમયે ખાડામાં પાણી ભરાતાં પરિસ્થિતિ વધુ વિકટ બનતી હતી