થાનગઢ તાલુકાના સોનગઢ ગામે મામલતદાર અને ટીમ દ્વારા ખાનગી માલિકીની જમીન પર ચાલતા ગેરકાયદેસર કોલસાની ખાણ પર દરોડો કરવામાં આવ્યો હતો જે દરોડા દરમિયાન કોલસાની બે ખાણો પરથી ત્રણ ટ્રેક્ટર, બે જનરેટર તથા ત્રીસ ટન કોલસાના જથ્થા સહિત 20 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો.