ઘરેલુ ગેસ બોટલનો સુરક્ષિત ઉપયોગ અને મહિલાઓમાં ગેસ વાપરતી વખતે રાખવાની જરૂરી સાવચેતી અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી ચલથાણ ગામે “સેફ્ટી સાથે સ્વાદિષ્ટ રસોઈ” હરીફાઈ યોજાઈ હતી.પેટ્રોલિયમ કંપનીના રાષ્ટ્રીય જાગૃતિ અભિયાનના ભાગરૂપે રવિવારે સવારે 11 વાગ્યે ચલથાણ ગ્રામ પંચાયતના ઉપરના હોલમાં આર. કે. ગેસ એજન્સી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. હરીફાઈમાં કુલ 15 મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન મહિલાઓને ગેસ બોટલનો સલામત ઉપયોગ માર્ગદર્શન અપાયું