પોશીના: શહેર પોલીસે 9.6 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરી
આજે સવારે 10 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ ખેરોજ પોલીસની ટીમ લાંબડીયા નજીક વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન એક બાઈક અને એક કાર શંકાસ્પદ રીતે આવતા તેને રોકી તપાસ કરતાં તેમાંથી 9.668 કિલો ગાંજો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે 4.83 લાખનો ગાંજો ઉપરાંત કાર,ત્રણ મોબાઈલ સહિત એમ કુલ મળી 6,24,400 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. ત્યારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.