કાલોલ: સુવર્ણ હોલ ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન સંદર્ભે ભાજપની કાર્યશાળા યોજાઈ, જેમાં સાંસદ સહિત સૌ હાજર રહ્યાં
કાલોલ વિધાનસભાની કાર્યશાળામાં સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,કાલોલ તાલુકા અને શહેર ભાજપના પ્રમુખ સાથે સૌ બુથ પ્રમુખો અને BLA-2 સાથે સંવાદ કરી SIR અંગે માહિતગાર કર્યા તથા સૌએ સાથે મળી મહાનુભાવોનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. આ તકે મોટી સંખ્યામાં બુથ પ્રમુખોની સાથે ભાજપના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.