વેરાવળ તાલુકાના ખંઢેરી, અનિડા, ભેટાડી ગામોમાં જંગલી ભૂંડનો આતંક શેરડી-મગફળીના પાકને નુકસાન#Jansamasya
Veraval City, Gir Somnath | Aug 2, 2025
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી ભૂંડનો ત્રાસ વધી રહ્યો છે. ખંઢેરી, અનિડા અને ભેટાડી સહિતના ગામોમાં ખેડૂતો લાચાર બની ગયા છે.જંગલી ભૂંડના ટોળાં ખેતરોમાં ઘૂસી જઈ શેરડી અને મગફળી જેવા ઊભા પાકમાં વ્યાપક નુકસાન કરી રહ્યા છે. આ સમસ્યાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી છે.