વેજલપુર: અમદાવાદમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા
અમદાવાદમાં આવેલી સમરસ હોસ્ટેલ છેલ્લા કેટલાક દિવસથી વિવાદમાં આવી રહી છે. થોડા દિવસ પહેલા જ વિદ્યાર્થીઓના જમવામાં ઈયળો નીકળવાની અને આ બાબતે ફરિયાદ કરે તો તેમને ધમકી અપાતી હોવાના ગંભીર આક્ષેપ ABVP દ્વારા કરવામાં આવ્યા હતા. જે બાદ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.