કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો મકાઈના ખેતરમાં જાતે પાળા બાંધતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિધાનસભા અને જાહેરકાર્યની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ ખેતી સાથેનો સંબંધ જાળવી રાખે છે, જેનાથી તેમની સાદગી અને જમીન સાથેની જોડાણ સામે આવી છે. સામાન્ય ખેડૂતની જેમ મહેનત કરતા જોઈ લોકોમાં આશ્ચર્ય અને પ્રશંસા બંને જોવા મળી છે. અનેક લોકોએ આવા જનપ્રતિનિધિ પર વિશ્વાસ વધે તેવી પ્રતિક્રિયા આપી છે. સ્થાનિકો માને છે કે ખેતીનો અનુભવ હોવાને કારણે તેઓ ખેડૂતોન