વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ રાજીવ આવાસ વુડાના મકાન ની બહાર છેલ્લા કેટલાક મહિનાઓથી ગટરનું ગંદું પાણી રસ્તાઓ પર ઉભરી રહ્યું છે,ગટર ગંગા જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક રહેવાસીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ગંદા અને દુર્ગંધ મારતા પાણીના કારણે વિસ્તારમા રોગચાળો ફાટી નીકળવાની દહેર્શક સેવાઈ રહી છે અને અનેક પરિવારો ના લોકો બીમાર પડે તો જવાબદાર કોણ?