તળાજા શહેર અને તાલુકામાં ગૌચર દબાણો તેમજ ડમી રેશનકાર્ડ મામલે વર્ષોથી ચાલતી ફરિયાદો હવે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચતા સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તળાજાના એક જાગૃત યુવાને પૂરતા પુરાવાઓ રજૂ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં અંતે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે, જેને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે તળાજાના યુવાને તળાજા શહેર અન