અંબિકા તાલુકાના વસરાઈ ખાતે ચાલી રહેલ ચાર દિવસીય રાષ્ટ્રીય ઉદ્યોગ મેળા માં હાલ હરરોજ હજારોની સંખ્યામાં ભીડ ઉમટી રહી છે.ત્યારે મોડી રાતે ખાના ખજાના માં સતત આખો દિવસ ઉભા રહી વ્યવસાય કરનાર સ્ટોલ ગ્રાહક અચાનક ઢળી પડ્યા હતા જોકે સાંજના સમયે ત્યાં મેડિકલ સુવિધા ઉપલબ્ધ નહિ રહેતી હોવાથી ઇમરજન્સી સારવાર ના મળતા ત્વરીત 108 ને જાણ કરવામાં આવતા 108 મારફતે તેઓને તાત્કાલિક નજીક ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.