પોપટનગર વિસ્તારના યુવકનો શંકાસ્પદ હાલતમાં લીમડા ટ્રાવેલ્સ નજીકથી મૃતદેહ મળતા ચકચાર
Bhavnagar City, Bhavnagar | Feb 11, 2026
આજે તા.11 ફેબ્રુઆરી સવારના 10 કલાકના અરસામાં ભાવનગર શહેરના પોપટનગર વિસ્તારના કરચલીયા પરા ખાતે લીમડા ટ્રાવેલ્સ નજીકથી માવજીભાઈ મગનભાઈ મકવાણાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતક લીમડા ટ્રાવેલ્સમાં કંડક્ટર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ચાલી રહી છે.