મહુવા ભુતાળ ફળિયામાં રહેતા વૃદ્ધનુ પોતાના ઘરે પરિવારજનો સાથે મંદિરના પ્રસંગમાં જવા બાબતે બોલાચાલી થતા મરણજનારને ખોટુ લાગી આવતા ઘરના છતની લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.