નેત્રંગ: પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે નેત્રંગ તાલુકામાં આવેલા દોલતપુર, બલદેવા, પીંગોટ - ઘાટા ડેમોની મુલાકાતે.
પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે નેત્રંગ તાલુકામાં આવેલા દોલતપુર, બલદેવા, પીંગોટ અને ઘાટા ડેમોની સત્તાવાર મુલાકાત લીધી. આ મુલાકાત દરમ્યાન ઝગડીયા ના ધારાસભ્ય રિતેશ વસાવા, ખેડૂત અગ્રણી બળવંતસિંહ ગોહિલ, સ્નેહલકુમાર પટેલ સહીતના અગ્રણીઓ પણ જોડાયા હતા.