વિસનગર: નિષ્ફળ બિયારણથી ખેતી નિષ્ફળ: ખેડૂતે સેવા સહકારી મંડળી સામે ગ્રાહક સુરક્ષામાં કરી વળતરની માંગ
વિસનગર તાલુકાના રંગાકુઈ ગામના એક ખેડૂત સાથે બિયારણમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. ખેડૂતે ગામની સેવા સહકારી મંડળી પાસેથી ૪૦ કિલો ઘઉંનું બિયારણ ખરીદી પોતાના ખેતરમાં વાવ્યું હતું. સામાન્ય રીતે વાવણીના થોડા દિવસોમાં જ ઘઉંના છોડ ઉગી નીકળે છે, પરંતુ આ કિસ્સામાં પંદરથી વીસ દિવસનો સમય વીતી જવા છતાં ખેતરમાં વાવેલ ઘઉં ઉગ્યા નહોતા. પોતાની ખેતી નિષ્ફળ જતાં ખેડૂતે તાત્કાલિક રંગાકુઈ સેવા સહકારી મંડળીનો સંપર્ક કર્યો હતો અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.