ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં એલસી-5 રેલવે ફાટક પર અંડરપાસનું કામ અધૂરું પડતાં સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અઢી વર્ષ પહેલા શરૂ થયેલું કામ જમીન સંપાદનના પ્રશ્નને કારણે અટકી ગયું છે. અંડરપાસમાં ગંદું પાણી અને ગંદકી ભરાતાં દુર્ગંધ અને આરોગ્ય જોખમ ઊભું થયું છે. રાહદારીઓને જીવના જોખમે ટ્રેક પાર કરવો પડે છે અને વાહનચાલકોને લાંબો ફેરો કરવો પડે છે. સ્થાનિકોએ તંત્રને ગૂંચ ઉકેલી કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે.