વાંસદા: વાંસદા તાલુકાના મિયાઝરીમાં AAP ની ચૂંટણીલક્ષી મિટિંગ, સંગઠન અને સ્થાનિક સ્વરાજ પર મંત્રણાં
આજ રોજ વાંસદા તાલુકાના મિયાઝરી ગામ ખાતે AAP સંગઠન મજબૂતી અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કાર્યક્રમની અધ્યક્ષતા શ્રી અમૃતભાઈ, શ્રી સતીશભાઈ અને શ્રી ઈશ્વરભાઈએ સંયુક્ત રીતે સંભાળી. બેઠકમાં સ્થાનિક સ્તરે સંગઠનનાં વિસ્તરણ, ચૂંટણી પૂર્વ તૈયારીઓ અને મતદારો સુધી અસરકારક રીતે પહોંચવાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક કાર્યકરો અને આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.