આજે સવારે 9 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ ખેરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગરના સહયોગથી રક્તદાન યોજાયો હતો. ત્યારે કેમ્પમાં 11 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું.ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પણ આરોગ્ય કેન્દ્રોની ટીમોની ઉત્સાહભેર કામગીરી, યોગ્ય પ્રચાર-પ્રસારથી રક્તદાન કેમ્પમાં પ્રસંશનીય કામગીરી થઈ હતી.