ગોધરાની બામરોલી રોડ ચોકડી પાસે ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. સુરતના રહેવાસી અમૃતભાઈ પ્રજાપતિ પરિવાર સાથે ઉદયપુરથી સારવાર બાદ સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો. ઈકો કારનો આગળનો ભાગ સંપૂર્ણ ચકનાચૂર થયો હતો. કારમાં સવાર નવીનાબેનને ગંભીર ઈજાઓ થતાં ગોધરા સિવિલ હોસ્પિટલ બાદ વડોદરા રીફર કરાયા, પરંતુ હાલોલ નજીક રસ્તામાં તેમનું અવસાન થયું. અન્ય બે સભ્યો ઘાયલ થયા છે. પોલીસે ટ્રક ચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે.