ધોળકા ખાતે પોપટપરા વિસ્તારમાં તા. 10/12/2025, બુધવારે બપોરે લગ્ન પ્રસંગ હતો. ત્યા જમણવાર બાદ સાંજે આશરે 6 વાગ્યાના સુમારે આશરે 50 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી. 5 થી વધુ 108 સહિતની 10 જેટલી એમ્બયુલન્સ ઘટના સ્થળે દોડી આવી અસરગ્રસ્તોને સારવાર માટે ધોળકા CHC અને પાશ્વનાથ હોસ્પિટલ લઈ ગયા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી, રોગચાળા નિયંત્રણ અધિકારી, ધારાસભ્ય, પ્રાંત અધિકારી પણ દોડી આવ્યા હતા.