વડોદરા : ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરતા સાયબર ઠગોના કોલથી ચકચાર મચી જવા પામી છે. ધારાસભ્યને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે, હું મુંબઈમાંથી બોલું છું, તમને નોટિસ મોકલી છે.જોકે કોલ કરનારને ધારાસભ્યે કહ્યું જે સ્કૂલમાં ભણ્યો છે એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું,જે સાંભળતાં જ સામેથી તરત ફોન કાપી નાખવામાં આવ્યો હતો.આ મામલે યોગેશ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી.