મોરબી: આ તે કેવો વિકાસ : મોરબી-રાજકોટ હાઈવે નિર્માણનો રૂ. 273 કરોડનો ખર્ચ ખાડામાં !
Morvi, Morbi | Nov 16, 2025 મોરબી-રાજકોટ વચ્ચે 64 કિલોમીટરનો ફોરલેન હાઇવે બનાવવા માટે સરકારે રૂ.273 કરોડના ખર્ચે કરી વર્ષ 2020માં શરૂ કરાવ્યા બાદ વર્ષ 2025 હવે પૂર્ણ થવામાં છે. જો કે, હજુ સુધી સીરામીક નગરીને જોડતા મહત્વના આ રોડ પૂર્ણ થયાનું સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવ્યું ન હોવા છતાં રોડ ઉપર હાલમાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે.