વડાલી શહેરની ભગીરથ હોલસેલ શાક માર્કેટમાં રોજ વહેલી સવારે અને સાંજે તાલુકાના ખેડૂતો હરાજીમાં હોલસેલમાં શાકભાજી વેચવા માટે આવતા હોય છે. ચાલુ સાલે કમોસમી વરસાદ અને તાલુકામાં વધુ પડતા વરસાદ વરસવાને લઈ ખેતી પાકોમાં નુકસાનની સાથે સાથે શાકભાજી પાકોમાં વ્યાપક નુકસાન થયું હતું. જેના પગલે ઉત્પાદન ઉપર અસર થઈ હતી. ચાલુ સાલે શાકભાજીના સારા ભાવ મળવા બાબતે તાલુકાના ત્રણ ખેડૂતોએ આજે સવારે 8 વાગ્યા ના સુમારે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.