વાવ: ધરણીધરના પવિત્ર ધામ ઢીમાથી આજે કોંગ્રેસ પક્ષની જન આક્રોશ યાત્રાનો ભવ્ય શુભારંભ ..
વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના યાત્રાધામ ઢીમા ની અંદર બિરાજમાન ધરણીધર ભગવાનના મંદિરમાં ધ્વજારોહણ અને પ્રાર્થના બાદ જનસભા ને સંબોધીને યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ત્યાંથી સભાખંડ સુધીના માર્ગમાં કોંગ્રેસના આગેવાનોએ પરંપરાગત બળદગાડા પર બેસીને યાત્રાનો આરંભ કર્યો હતો. યાત્રાના પ્રથમ જ દિવસે જનાક્રોશ સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા .અને સભાખંડ માં દેવા માફ નહીં તો ભાજપ સાફ જેવા નારા સાથે ગુંજી ઉઠ્યો હતો..