વાવ: માવસરી પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર સઘન ચેકિંગ અને સુરક્ષા..
ધરણીધર તાલુકાના માવસરી પોલીસ દ્વારા આંતરરાજય સરહદ ઉપર સઘન ચેકિંગ અને સુરક્ષા ધરવામાં આવી છે .વાવ થરાદમાં પોલીસ એલર્ટ મૂડમાં જોવા મળી છે .જ્યારે વાવ થરાદ જિલ્લાને જોડતી રાજસ્થાનની બાખાસર ચેકપોસ્ટ ઉપર માવસરી પોલીસે વાહનોની ચેકિંગ હાથ ધર્યું છે.રાજસ્થાનમાંથી કોઈ નસીલા પદાર્થ અને ગેરકાયદેસર વસ્તુ લઈને ન આવે તેના માટે પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.