ગોધરા: ચરાડા ખાતે 'મતદારયાદી વિશેષ સુધારણા અભિયાન' હેઠળ ધારાસભ્ય નિમિષાબેન સુથારે માર્ગદર્શન આપ્યું હતું
ગુજરાતમાં મતદારયાદીની સુધારણા કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ સંદર્ભે, આજે ચરાડા ગામ ખાતે "મતદારયાદી વિશેષ સુધારણા અભિયાન (SIR)" અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય શ નિમિષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગામના અગ્રણી વડીલો, ભાઈઓ અને પક્ષના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમને આ અભિયાનની ગહન માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.