ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની વરણી થતા માંડવી–મુંદ્રા મતવિસ્તારમાં ભાજપ કાર્યકરો, અગ્રણીઓ તેમજ મિત્ર વર્તુળમાં આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ છે. આ પ્રસંગે માંડવી - મુંદ્રા મતવિસ્તારના ભાજપ કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી, જેમાં શ્રી દવેને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.