વડોદરા: વોટર ટેન્ક સાથેના ઓન ડ્યુટી નંબર પ્લેટ વગરના ટ્રેકટરે અકસ્માત સર્જ્યો,કડક કાર્યવાહીની માંગ
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં સંગમ ચાર રસ્તાથી કારેલીબાગ પાણીની ટાંકી જતા રસ્તા પર ઓન ડ્યુટી વીએમસી લખેલા વોટર ટેંક સાથેના ટ્રેક્ટરે મોપેડ ચાલકને ટક્કર મારતા મોપેડ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.જેને પગલે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ત્યારે,મોપેડ ચાલકના પરિવારજનો એકત્ર હતા અને ઘટના સ્થળ પર પહોંચી ઓન ડ્યુટી વોટર ટેંક સાથેનું વીએમસીનું ટ્રેક્ટર ચલાવનાર ચાલક અને જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી હતી.