વલસાડ: ધરમપુર ચોકડી બ્રિજ પર સર્જાયો અકસ્માત અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડાયો
Valsad, Valsad | Nov 19, 2025 બુધવારના 11 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપર એક ટ્રેલરને અકસ્માત નડ્યો હતો .જેમાં ટ્રેલરના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તાત્કાલિક ઇજાગ્રસ્ત ડ્રાઇવરને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને સર્જાયેલા ટ્રાફિકજામને હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.