ગોધરા તાલુકાના મોટી કાંટડી ગામ માટે ગોધરા–મોટી કાંટડી એસ.ટી. બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. બસ સેવા બંધ રહેતાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સ્થાનિકોની રજૂઆત બાદ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની મધ્યસ્થીથી એસ.ટી. તંત્રએ રૂટ પુનઃ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. મોટી કાંટડી બસ સ્ટોપેથી અધિકારીઓ અને ગ્રામજનોની હાજરીમાં બસને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે મુસાફરોમાં ઉત્સાહ જોવા મળ્યો હ