ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ પથક ખાતે યુવાન દ્વારા છેતરપિંડી થયા ની ફરિયાદ નોંધાવી હતી. તેના ભીલવાડા સર્કલ વિસ્તારમાં રહેતા યુવાન પાસેથી કાર ખરીદી મામલે 2.97 લાખની રકમ લીધા બાદ ફોન સ્વીચ ઓફ કરી છેતરપિંડી કરાયાની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી મહેસાણાના શખ્સને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.