પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ધોળીકુઇ ગામે તળાવ ફળીયા માં રહેતી ભારતીબેન અજીતભાઈ પટેલ પોતાની દેરાણી અને અન્ય મજૂરો સાથે હિતેશભાઈ નામના ખેડૂતના ખેતર માં સાફસફાઈ કામે ગયા હતા. ખેતર માં શેરડી કપાઈ ગયા બાદ સફાઈ કામ માં રોકાયેલા મજૂરોએ બપોરના સમયે કામ પૂરું કર્યું હતું. બધા ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમ્યાન ઘટના બની હતી.