હાલોલના ઈટવાડી ગામે તા.4 ફેબ્રુઆરી બુધવારના રોજ રાત્રિના સમયે રોડ પર બાઇક ચાલકે સાયકલ ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક અને સાયકલ ચાલક બંને ઇજાગ્રસ્ત થયા હતા.જ્યારે અકસ્માતની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.