જાંબુઘોડા તાલુકામાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જાંબુઘોડા ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો જેમાં જાંબુઘોડાના ગ્રામજનો હાજર રહ્યા હતા જ્યારે નાથપુરી ગામે તાલુકા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જાંબુઘોડા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત ગામના અગ્રણીઓ અને સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા