ગોધરા શહેરના વેજલપુર રોડ વિસ્તારમાં રાંટા પ્લોટ મદની મસ્જીદ નજીક મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીની ઘટના બની છે. આ મામલે શકીલ હુસેન ચિંતામને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ૫ ફેબ્રુઆરીએ બપોરે મદની ચાઈનીઝ લારી પાસે બેઠા હતા ત્યારે અસ્ફાક નસરૂદ્દિન શકલા, ફૈજાન અસ્ફાક શકલા અને ખાલીદ મહમદ યાયમન દ્વારા અપશબ્દો બોલાયા હતા. વિરોધ કરતા ફરિયાદી સાથે ધક્કામુક્કી કરી માર મારવામાં આવ્યો હતો. આસપાસના લોકોના હસ્તક્ષેપથી ફરિયાદ