વડોદરા: જાંબુઆ બ્રિજ નજીક ઝાડીઓમાં ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો,શંકાના વાદળો ઘેરાયા
વડોદરા : જાંબુઆ બ્રિજ નજીક ઝાડીઓમાં ડિકમ્પોઝ હાલતમાં અજાણી વ્યક્તિનો ઝાડ પર લટકેલી હાલતમાં ડિકમ્પોઝ મૃતદેહ મળતા ચકચાર મચી છે.જાગૃત નાગરિકે જાણ કરતા પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી.કોણ છે,આ વ્યક્તિ,આ ઘટના હત્યા છે કે આત્મહત્યા જેને લઈ પોલીસનો ધમધમાટ શરૂ થયો છે.નજીકમાં ચાલતી સાઇટ પર પોલીસે સર્ચ કર્યું હતું.સાઈટ પરના માણસોની પૂછપરછ કરાઈ હતી.FSL રિપોર્ટ બાદ આ ઘટના હત્યા છે કે આત્મહત્યા તેના પર સૌ કોઈ ની નજર છે.હાલ પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે.