ધ્રોલ: મોરાર સાહેબના ખંભાળીયા ખાતે પદયાત્રા સેવા કેમ્પનું આયોજન
Dhrol, Jamnagar | Sep 14, 2025 પગપાળા જતા યાત્રાળુઓ માટે મોરાર સાહેબના ખંભાળીયા ખાતે આશાપુરા યુવક મંડળ દ્વારા છેલ્લા 27 વર્ષથી પદયાત્રા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. હજારો યાત્રાળુઓને ભોજન-નાસ્તાની વ્યવસ્થા સાથે યુવાનો નિ:સ્વાર્થ સેવા આપે છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કેમ્પની મુલાકાત લઈ પ્રશંસા કરી હતી.આ સેવા કેમ્પ દર વર્ષે ભક્તિભાવ, સમર્પણ અને એકતાનું અનોખું પ્રતિક બની રહે છે.