ઉન વિસ્તારમાંથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવકનો ખાડીમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી.
Majura, Surat | Nov 20, 2025 બે દિવસથી ગુમ થયેલા ઉનના 43 વર્ષીય યુવક રફીક રઝાક શેખનો રહસ્યમ સંજોગોમાં ખાડીમાંથી મૃતદેહ મળ્યો હતો.જુગાર રમતી વખતે ભાગદોડ બાદ યુવક ગુમ થયો હોવાની મિત્રોએ પરિવાર સમક્ષ કેફીયત વ્યકત કરી હતી. જોકે પરિવારે યુવકના મોત અંગે શંકા વ્યકત કરી છે. રફીક શેખ ટેક્ષટાઈલ માર્કેટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.